[ad_1]
સન 1999 માં ભારતે એક ઘાતક યુદ્ધનો સામનો કર્યો. જેની ચર્ચા વિશ્વભરમાં થયેલી હતી. એ યુદ્ધ એટલે કારગિલનું યુદ્ધ….જેનું મુખ્ય કારણ પાકિસ્તાનના નાપાક ઇરાદા જેમકે કાશ્મીર પર કબજો અને સિમલા કરારને તોડવો…
ઠંડીમાં ખાલી પડેલા ભારતના બંકરોમાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કબજો જમાવી લીધો જેની જાણ ભારતીય સેનાને પાછળથી થઇ. પાકિસ્તાની સૈનિકોએ ભારત-પાક નિયંત્રણ રેખા પાર કરી કાશ્મીરના શિખરો પર ખતરનાક શસ્ત્રો લઈ ને ઘૂસી ગયા..
કાશ્મીરમાં આવેલ ગરકૌન ગામ જેની આબાદી લગભગ 5700 જેટલી હશે . 2,મે 1999ના દિવસે તે ગામનો એક યાક ચરાવનાર તાસી નામનો યુવક રોજની જેમ જ યાક ચરાવવા નીકળ્યો . એનું એક યાક ચરતા ચરતા થોડે દૂર નીકળી ગયું અને એને તાસી શોધવા લાગ્યો. તાસી ત્યાંના દરેક રસ્તાનો જાણકાર હતો . તે તેના યાકને શોધતો શોધતો પંજરપોર પ્હોંચી ગયો. તે દૂરબીનની મદદથી તેના યાકને શોધતો હતો ત્યાં અચાનક એની નજર બરફની ખીણમાં પડી અને એને ત્યાં જે જોયું એ જોઈને એ ગભરાઈ ગયો અને ઝડપથી ત્યાંથી નીચે ઉતરી ગયો અને એક ભારતીય સૈનિકને બધી જાણકારી આપી કે બરફની ખીણમાં એણે અજાણ્યા 6 માણસોને જોયા જે સફેદ કપડામાં સજ્જ હતા અને એવું અનુમાન હતું કે ત્યાં 6 થી વધારે માણસો હશે …
પહેલા તો સૈનિકને વિશ્વાસ ન થયો પણ જ્યારે તાસીે એ એના દીકરા અને માં ની કસમ ખાધી ત્યારે વિશ્વાસ બેઠો.ભારતીય સૈન્ય આ અણધારી ઘૂસખોરીના સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયા.
કારગિલમાં થઇ રહેલ આ ઉથલપાથલની જાણકારી રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસને 6 મે 1999ના રોજ થઈ.કારગિલના ખૂબસૂરત શિખરોમાં ભારત વિરુદ્ધ એક ખતરનાક સાજિશની રચના થઈ રહી હતી અને એનાથી કારગિલ પર એક અણધાર્યો ખતરો મંડરાઇ રહ્યો હતો.
દુશ્મનોની હરકતની જાણકારી મેળવવા ભારતીય સૈનિકો કારગિલ તરફ ખૂબ જ સાવધાની પૂર્વક આગળ વધી રહ્યા હતા.એમને એ ખબર ન હતીકે દુશ્મનો ક્યાં ક્યાં છૂપાયેલા છે . ભારતીય સેનાની ગતિવિધિથી સાવધાન થઈ ગયેલા પાકિસ્તાની ઘૂસણખોરોએ ઇસ્લામાબાદ આ ગતિવિધિની જાણ કરી . આ ઘૂસખોરીને સમર્થન આપવા ભારતના કારગિલમાં આયુધ ભંડાર પર તોપગોળા વરસાવ્યા .આ અચાનક થયેલા હુમલાથી ભારતને લગભગ 100 કરોડનું નુકસાન થયું હતું.
આ અચાનક થયેલા હુમલા અને ઘાટીઓ માં થયેલી ઘુસખોરીનો જવાબ આપવા ભારતીય સૈન્યએ ખૂબજ ઝડપથી રણનીતિ બનાવી . દિલ્હીના મંત્રાલયમાં બધા જ મગજ સુપર કમ્પ્યુટરની જેમ ચાલતા હતા અને નિર્ણય ઝડપથી લેવાતા હતા.
ભારતે આ અણધાર્યા હુમલા વિશે વિચાર્યું પણ ન હતું કારણકે લગભગ 3 મહિના પહેલા જ એટલે કે ફેબ્રુઆરીમાં જ દોસ્તીની આશા અને શાંતિનો સંદેશો લઈ અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન ગયા હતા . ત્યાંના પ્રધામંત્રીશ્રી એ એમનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું હતું.ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોર કરાર થયો અને તેને 21 તોપોની સલામી આપી તેને આવકારવા માં આવ્યો,ત્યારે કોઈને ખબર ન હતી કે ટૂંક સમયમાં આ જ તોપો ભારતમાતાના વીર જવાનોનો કાળ બનશે.
તારીખ 14 મેએ પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મેળવવા ભારતીય સૈનિકોને કારગિલના કાકસર ક્ષેત્ર મોકલવામાં આવ્યા . આવી ટુકડીઓ માં એક ટુકડી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડી પણ હતી . બધી જાણકારી મેળવી અને હુમલાની રણનીતિ બનાવીને રાતના સમયમાં થોડો આરામ કરતા હતા ત્યાં અચાનકજ પાકિસ્તાની સૈનિકોએ હુમલો કર્યો,તેમને બંધી બનાવી ઘણી ક્રૂરતા પૂર્વક હેરાનગતિ કરી.તેમની આંખ કાઢી નાખી,નખ ખેચી લીધા અને બીજી ઘણી બળજબરી કરી અને પછી તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી.કેપ્ટન સૌરભે કેપ્ટન બન્યા પછી પહેલું વેતન પણ લીધું ન હતું અને તે શહિદ થયા.
આ ઘટનાઓ ની વચ્ચે પણ પાકિસ્તાન તરફથી હુમલા ચાલુ જ હતા. પાકિસ્તાની સેનાએ ભારતના કારગિલમાં નવા બનેલા મુખ્યાલય પર હુમલો કર્યો. તે સમયગાળામાં પાકના સૈનિકોની માહિતી મેળવવા માનવરહિત તોહી વિમાન ને કામે લગાડવામાં આવ્યા.મસ્કો ઘાટી થી બટાલિક ક્ષેત્રના લગભગ 20 કિમીના અંતરમાં પાકના સૈનિકોએ કબજો જમાવી લીધો હતો . અને તેમના નિશાના પર હતો લેહ અને શ્રીનગરને જોડતો હાઇવે. કારણજો હાઇવે પર કબજો મેળવી લેતે તો ભારતને નિયંત્રણ રેખા પાછળ ખેચવા પર મજબૂર કરી શકતા હતા,તુર્ક ક્ષેત્રના પહાડો પર કબજો જમાવી ભારતને સિયાચીન પીછેહઠ કરવા અને સિમલા કરારને તોડવા મજબૂર કરી શકતા હતા તથા ભારતીય સેના સિયાચીન અને ગલેસિયાર માં ફસાઈ જતે. 1972ના યુદ્ધમાં ભારતે જીતેલા કાશ્મીરના ભાગ પર કબજો મેળવી લેતે અને કાશ્મીરની સમસ્યાને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જતે અને સૌથી મોટી સફળતા તો એ મળતે કે 50 વર્ષથી તાકી રહેલા કાશ્મીર પર કબજો મળી રહે.
પાકિસ્તાની ઘૂસણખોરની છુપાવાની જગ્યા એટલી અનુકૂળ હતી કે 10 ઘૂસણખોર 1000 સૈનિક પર ભારે પડતા હતા અને એમની પાસે મોટા પ્રમાણ માં શસ્ત્રો હતા.
21 મેએ ભારતીય થલ સેનાના પ્રમુખ વી.પી.માલિક દેશ પરત આવ્યા. એમને જ્યારેઆ હુમલાની જાણકારી મળી એટલે તરતજ તેમણે બધી જાતે તપાસ કરી અને 24 મેએ વાયુસેના પ્રમુખ એ.વાય.તિપનીસ સાથે વાતચીત કરી અને હવાઈ હુમલાની સૂચના આપી.
26 મેએ વાયુસેના પ્રમુખે ઓપરેશન સફેદ સાગરની ઘોષણા કરી અને ઝડપી ધોરણે રણનીતિ બનાવી હુમલાની શરૂઆત કરી દીધી. 26 મીએ સવારે શ્રીનગર,પઠાણકોટથી વાયુસેનાના જવાનોએ mig-27 અને mi-17 હેલિકોપ્ટર દ્વારા દ્રાસ નજીક હુમલો કર્યો. બપોર સુધીમાં 2 થી 3 હુમલા કર્યા. તો બીજી બાજુ થલ સેનાએ તોપગોળાથી હુમલો ચાલુ કરી ઓપરેશન વિજયને હરી ઝંડી બતાવી. બંને ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યા હતા.
27 મે, આ તારીખ વાયુસેના માટે ઘાતક હતી. તે દિવસે વાયુસેનાએ એક બહાદુર જવાનને ખોયો. એ જવાન હતો ગ્રુપ કેપ્ટન નચિકેતા. તેમણે mig-27 થી ઉડાન ભરી પણ એમના વિમાનને પહાડ પરથી ચલાવવમાં આવેલી સ્ત્રિંગ મિસાઈલએ માત આપી. તે પેરાશૂટને સહારે નીચે ઉતર્યા પણતે નિયંત્રણ રેખાની પેલેપાર પહોંચી ગયા હતા. ત્યાં તેમને બંધી બનાવવામાં આવ્યા હતા. 27 એ સાંજે લડાયક વિમાનોએ ટાઇગર હિલ અને પોઇન્ટ 4590 પર કેપ્ટન અજય આહુજા,રઘુનાથ લમ્બિયારના નેતૃત્વ હેઠળ ભીષણ બોમ્બમારો ચલાવ્યોએ ઉપરાંત થલ સેનાના ભારતીય સૈન્યએ દુશ્મનો પર હુમલો કરી દીધો. હવાઈ હુમલામાં mig-23,mig-21, mig-27,mi-17,miraj-2000 જેવા લડાયક વિમાનનો ઉપયોગ કર્યો હતો. દુનિયામાં આની પહેલા 20000 ફૂટની ઊંચાઈ પર કોઈ લડાઈ થઈ નહતી . તેથીઆ લડાઈની ચર્ચા સંપૂર્ણ વિશ્વમાં થઈ.
ઈઝરાયલની નાઇટ વિઝન ટેકનોલોજીથી સજ્જ લડાયક વિમાનોની મદદથી રાત્રે પણ હુમલો કરવામાં આવ્યો.પાકિસ્તાનના સૈનિકો શિખર પર એટલી ઊંચાઈએ હતા તેથી ભારતીય સૈન્યને શિખર પર પહોંચવામાં ઘણી તકલીફ થતી હતી કારણકે પાક. સૈનિકો ઉપરથી બધી ગતિવિધિ પર નજર રાખતા હતા અને રોકી દેતા હતા. તેથી તેમને રોકવા હવાઈ હુમલા ચાલુ રાખવામાં આવ્યા.
બીજી બાજુ પાકિસ્તાન પર દબાવ બનાવી રાખવા માટે ભારતીય નૌસેનાએ માધવેન્દ્ર સિંઘના નેતૃત્વ હેઠળ પૂર્વી અને પશ્ચિમથી એકત્રિત થઈ ઉત્તર અરબી સમુદ્ર પરના કરાંચી બંદરની નાકાબંધી કરવામાં આવી. અને આ નૌસેનાની આ લડાઈ ને ઓપરેશન તલવાર નામ આપવામાં આવ્યું.
9 જૂન 1999 એ સૌરભ કાલિયાની લાશ એમના વતન પહોંચી. એમના આખા વતનમાં શોકની લાગણી ફેલાઇ ગઇ.જ્યારે પાકિસ્તાનને લાગ્યું કે જો ભારત તરફથી હવાઈ હુમલા બંધ નહિ થાય તો ઘણું મોટું નુક્સાન થશે તેથી 12 જૂન 1999ના રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રી સરતાજ અઝીઝ તરત ભારત આવ્યા અને ભારત પાસે આ હવાઈ હુમલા રોકવાની માંગણી કરી. પરંતુ શ્રી અટલ બિહારી વાજપેયીએ ઇનકાર કરતા જણાવી દીધું કે જ્યાં સુધી પાક.ના સૈનિકો પાછા નહિ ફરે ત્યાં સુધી હવાઈ હુમલા ચાલુ રહેશે.
યુદ્ધ દરમ્યાનજ શ્રી અટલ બિહારી વાજપેયી કારગિલ પહોંચ્યા અને ભારતીય સેનાની સરાહના કરી અને જણાવ્યુંકે દોસ્તીનો હાથ લાંબો કર્યો હતો પણ પાકિસ્તાનએ વિશ્વાસઘાત કર્યો. જ્યારે વાજયેપી કારગિલમાં હતા ત્યારે જ પાક. સૈનિકો એ થોડા કિમી અંતરમાં જ ચાર બોમ્બ બ્લાસ્ટ કર્યા. તે સમયમાં નરેન્દ્ર મોદી પણ કારગિલમાં જ હતા ત્યાંના લોકોની સેવા કરતા હતા. તેમણે પણ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો.
30 જૂન સુધીમાં કેપ્ટન વિક્રમ બન્નાના નેતૃત્વ હેઠળ પોઇન્ટ 5140,4875 પર વિજય મેળવી લીધો. સુબેદાર યોગેન્દ્ર સિંહ યાદવ અને રાયફલ મેન સંજય કુમાર,કેપ્ટન મનોજ પાંડે,કેપ્ટન અનુજ નાયર , મેજર પદમણી આચાર્ય જેવા બહાદુર જવાનોના નેતૃત્વ હેઠળ ભારતીય સૈનિકોએ ટાઇગર હિલ , બટાલિક ક્ષેત્ર જેવા કારગિલના ઘણા ક્ષેત્ર પર વિજય મેળવી લીધો હતો.
4 જુલાઈ 1999ના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અમેરિકા પહોંચ્યા અને મદદ માંગી પરંતુ ભારતની સમજદારી અને પોતાની હદમાં જ રહીને લડત ચલાવવાના નિર્ણયના લીધે પાક. ને મદદ માટે ના પાડી. દુનિયાના ઘણા દેશોએ પાકિસ્તાનને મદદ માટે ના પાડી.
છેવટે થાકીને પાકિસ્તાને યુદ્ધ રોકવાની ઘોષણા કરી અને ભારતની જે પોસ્ટ પર પાક. એ કબજો કર્યો હતો તે બધી પોસ્ટ પરથી પોતાના સૈનિકોને હટાવી દીધા.
14 જુલાઈએ આખા ભારત દેશના લોકોએ કારગિલ યુદ્ધની જાણકારી આપવાની માંગ કરી. ભારતીય સૈન્યની ત્રણેય સેનાએ બહાદુરી પૂર્વક આ અણધાર્યા યુદ્ધનો સામનો કર્યો અને પાક. ના સૈનિકોને પરત પોતાને દેશ હાર આપીને મોકલ્યા.
26 જુલાઈ 1999એ શ્રી અટલ બિહારી વાજપેયીએ કારગિલ યુધ્ધની સમાપ્તિની જાણકારી આપી અને ભારતના વિજયના સમાચાર આપ્યા. ત્યારથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવમાં આવે છે.
આ યુધ્ધમાં ભારતના 500 જેટલા જવાનો શહીદ થયા અને પાક. ના 4000 જેટલા સૈનિકો માર્યા. આ ઐતિહાસિક વિજયથી ભારત દેશની શક્તિનો પરિચય આખા વિશ્વને મળી ગયો.
આવો આ વિજય દિવસ પર
કરીએ એક દીવો એમના નામ,
જેણે વિચાર્યા વગર જાન
કરી દીધી દેશ ને નામ.
આપીએ શ્રદ્ધાંજલિ દિલથી
જે બની ગયા અમર જવાન…
જય હિંદ
વંદે માતરમ્.
Read More,
India’s only Woman warrior Flying Officer Gunjan Saxena, in the Kargil War – The Untold Story
These Unseen Photos From The Kargil War
Source link
[ad_2]
source https://earn8online.com/index.php/195500/kargil-vijay-diwas-gujarati-befojji-organisation/
No comments:
Post a Comment